Sunday, May 4, 2025

પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ઘરનું ઘર મળતા મુખ્યમંત્રીનો આભાર માનતા જિનત બેન

Advertisement
Advertisement
Advertisement

રાજય સરકારના વિકાસલક્ષી પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજયવ્યાપી શરૂ કરાયેલા સેવાયજ્ઞના આઠમાં દિવસે ગરીબ ઉત્કર્ષ દિન નિમિત્તે મોરબી એપીએમસી ખાતે આયોજિત કાર્યક્રમમાં ટંકારાના મોડ જિનતબેન અબ્દુલ મહમદભાઇએ જણાવ્યું હતુ કે અમે પહેલા કાચા અને જૂના મકાનમાં રહેતા હતા જોકે હવે રાજય સરકારની મદદથી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અમને સહાય મળેલ છે. જેનાથી અમે હાલમાં બહુ પાકા મકાનમાં રહીએ છીએ. હાલમાં અમને કોઇ પણ જાતની તકલીફ પડતી નથી. પહેલા અમને ઘણી તકલીફ પડતી હતી. વરસાદના કારણે ઘરમાં પાણી ભરાય જતા હતા અને અમારો સમાન વારીઘડીએ ખરાબ થતો હતો. આથી તાલુકા પંચાયતના કર્મચારીઓ અને ગુજરાત સરકારનો ખુબ ખુબ આભાર માનું છું

Related Articles

Total Website visit

1,502,742

TRENDING NOW