Friday, May 2, 2025

પોલીસ ભરતી માટે મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પનું આયોજન

Advertisement
Advertisement
Advertisement

પોલીસ ભરતી માટે મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પનું આયોજન

મોરબી : આગામી સમયમાં રાજ્યના પોલીસ દળમાં ભરતીનું આયોજન થઈ રહ્યું હોય ત્યારે મોરબીના યુવાનો પોલીસ ભરતીને અનુકૂળ શરીર સોષ્ઠવ બનાવી શકે તે માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તમામ સમાજના યુવાનો માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિનામૂલ્યે ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 100 જેટલા યુવક-યુવતીઓ પોલીસ દળમાં જોડાવવા માટે સઘન તાલીમ મેળવી રહ્યા છે.

સદાય સર્વધર્મ સમભાવને સાર્થક કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી અને અગ્રણી કાર્યકર દિલીપભાઈ દલસાણીયાએ જણાવ્યું હતું કે, પોલીસ દળમાં મોરબીના યુવાનો જોડાય તે માટે મોરબી બાયપાસ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ પાસે ક્રિષ્ના મેળા ગ્રાઉન્ડ ખાતે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિનામૂલ્યે ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે વિવિધ સમાજ દ્વારા પોતાના સમાજના યુવાનો માટે આવા આયોજનો થાય છે. આર્થિક રીતે પછાત યુવાનો પણ પોલીસની ભરતીમાં જોડાય શકે અને દેશ સેવામાં પોતાનું યોગદાન આપી શકે તે માટે વિનામૂલ્યે તમામ સમજના યુવાનો માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનુભવી કોચ દ્વારા પોલીસની ભરતી માટે પદ્ધતિસરની તાલીમ અપવમાં આવે છે.તેમાં ફિઝિકલ ટ્રેનર કોચ મનીષ અગ્રાવત અને અગાઉ 10 કિમિ દોડમાં ગોલ્ડ મેડલ મેળવનાર કુલદીપ ગઢવી તેમજ નિવૃત પીએસઆઈ જયમલભાઈ કરોતરા અને એક્સ આર્મીમેન સહદેવસિંહ ઝાલા કોચ તરીકે સેવા આપી રહ્યા છે. ડાઈટ પ્લાન તેમજ તાલીમાર્થી ભાઈ -બહેનોને પોલીસની ફિઝિકલી પરીક્ષામાં કેવી રીતે ઉત્તીર્ણ થવું તે અંગેની રજેરજે માહિતીનું પ્રદાન કરવામાં આવે છે. ખાસ કરીને ઉમેદવારોનું શરીર હેલ્ધી રહે તે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વ્યવસ્થિત રીતે આખો ડાયેટ પ્લાન બનાવી દરરોજ સવારે પ્રોટીન યુક્ત આહાર આપવામાં આવે છે. આ પ્રકારની સર્વશ્રેષ્ઠ તાલીમ બદલ ઉમેદવાર પ્રશાંત કુશવાહએ કહ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષથી પોલીસમાં જોડાવવા માટે મહેનત કરી રહ્યો છું પણ રનિંગ થતું નથી. પણ અહીંયા આવ્યો એટલે પદ્ધતિ સરનું રનિંગ થાય છે અને આ વખતે બેસ્ટ રીતે પોલીસની ભરતીમાં મારુ સરસ રીતે પર્ફોમન્સ કરીશ. હજુ પણ આ ફિટનેસ કેમ્પમાં યુવાનો લાભ લઇ શકે છે.

Related Articles

Total Website visit

1,502,702

TRENDING NOW