પુલ દુર્ઘટનામા મૃત્યુ પામેલા દિવંગતોની આત્માને શાંતિ મળે તે માટે મોટા દહીસરા ગામે ક્ષત્રિય યુવા ગ્રુપ દ્વારા શ્રાદ્ધાંજલિ અપાઈ

મોરબી: મોરબીમાં ૩૦ ઓક્ટોબરને રવીવારના રોજ મોરબીની આન બાન અને શાન સમો ઝુલતો પુલ તુટી જવાની દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ૧૩૫ લોકાના મૃત્યુ નીપજયા હતા. આ ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની આત્માને શાંતિ મળે તે માટે મોરબીના મોટા દહીસરા ગામે ક્ષત્રિય યુવા તલવાર બાજી ટીમ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ હતી.






