Monday, June 22, 2026

પીવીસી રેજીન મંગાવવા મામલે ટંકારાના ઉદ્યોગપતિ સાથે ૧૭ લાખની છેતરપિંડી.

Advertisement
Advertisement
Advertisement

પીવીસી રેજીન મંગાવવા મામલે ટંકારાના ઉદ્યોગપતિ સાથે ૧૭ લાખની છેતરપિંડી.

ટંકારા ના ઉદ્યોગપતિ દ્વારા રેજીન ના કારોબારીઓ પાસેથી પીવીસી રેજીનનો ઓર્ડર આપી દિધો હોઈ અને એડવાન્સ પેમેન્ટ પણ કરી દીધું હોઈ છતાં પણ માલ ના મોકલતા છેતરપિંડી થઈ હતી ત્યારે ટંકારા ના ઉદ્યોગપતિ દ્વારા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છેન

આ અંગે જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના ઉદ્યોગપતિ ધર્મેશભાઈ કુવરજીભાઈ સીરજાએ પીવીસી રેજીન નો જથ્થો બિશનકુમાર ભોલુભાઈ ચંદેર અને તેની કંપનીના સેલ્સ એક્ઝીક્યુટીવ રાકેશકુમાર સાથે પીવીસી રેજીન મટીરીયલ્સ બાબતે પુછપરછ કરતા તેઓ ફરિયાદી ને  પીવીસી રેજીન મટીરીયલ્સ મોકલવાનો વિશ્વાસ આપતા હોય અને ફરિયાદી દ્વારા તેનું ૧૭ લાખ જેટલું પેમેન્ટ ઓનલાઇન કરી આપ્યું હોઈ પરંતુ આજ સુધી તેઓએ માલ મોકલેલ ના હોઈ અને છેતરપિંડી આચરી હોઈ ત્યારે ટંકારાના ઉદ્યોગપતિ ધર્મેશભાઈ કુવરજીભાઈ સીરજાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે અનુસંધાને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,050

TRENDING NOW