કચ્છ: પાકિસ્તાની કિશોર ઘેટાં-બકરાં ચરાવતાં ચરાવતા રણમાં ભટકી જતાં કચ્છ સરહદમાં આવી ચઢવાની ઘટના બની છે. ત્યારે BSF બોર્ડર સિક્યોરિટી ફોર્સે આ તરુણની પ્રાથમિક પૂછતાછ શરૂ કરી કિશોરને ખાવડા પોલીસ મથકે સુપ્રત કરી દીધો છે.
મળતી પ્રાપ્ત વિગતો મુજબ ઘેટાં-બકરાં ચરાવતાં પાકિસ્તાની 15 વર્ષિય કિશોર રણમાં ભટકી જઈને ગઇકાલે કચ્છ વિઘાકોટ નજીક બોર્ડર પીલર નંબર 1099 પર આવી ચઢ્યો હતો. જેથી બીએસએફએના જવાનોએ તેને ઝડપી પાડ્યો હતો. હાલ આ કિશોરને ખાવડા પોલીસ મથકે સુપ્રત કરી દીધો છે. કિશોર પાસેથી માચીસના બાકસ સિવાય કશી શંકાસ્પદ ચીજવસ્તુ મળી ન હતી. ખાવડા પીએસઆઈ જે.પી.સોઢાએ કિશોરને જેઆઈસી મોકલવા તજવીજ હાથ ધરી છે.





