મોરબી પોલીસ દ્વારા “VISWAS પ્રોજેક્ટના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, નેત્રમ- વડે વાહન ચલાવતી વખતે પડી ગયેલ મોબાઇલ અન્ય વાહનચાલકને મળતા VISWAS પ્રોજેક્ટના કેમેરા મારફતે વાહનને શોધી વાહનમાલીકનો સંપર્ક કરી મોબાઇલ મુળ માલીકને પરત કરાવેલ છે.
જે તા.૨૦/૦૯/૨૦૧૧ ના રોજ બપોરના ૦૨/૦૦ વાગ્યાના સુમારે વિશાલ રમણિકભાઇ મકવાણા (રહે, વિપુલનગર, સમર્પણ હોસ્પિટલ પાછળ, મોરબી) મહેન્દ્રનગર ચોકડીથી પીપળી ગામ તરફ બાઇક લઇને જતા હતા ત્યારે તેઓના ખિસ્સામાં રાખેલ મોબાઇલ પડી ગયેલ હતો. આથી તેઓએ ટેકનીકલ સેલ, મોરબી મારફતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-નેત્રમનો સંપર્ક કરતા સી.સી.ટી.વી કેમેરા ફુટેજની મદદથી પડી ગયેલ મોબાઈલ અન્ય કોઇ ઇસમ લઇને જતો જોવા મળેલ. જે વ્યક્તિના વાહન નંબર પરથી તેનો સંપર્ક કરી આ વ્યક્તિ પાસેથી રેડમી નોટ-૮ કિ.રૂ.૧૩,૦૦૦/- નો મોબાઇલને મુળ માલીકને પરત અપાવ્યો હતો. મોરબી પોલીસ દ્વારા મોબાઇલ પરત અપાવવા માટે કરેલ ત્વરિત કાર્યવાહીથી પ્રભાવિત થઇને વિશાલભાઇએ મોરબી પોલીસનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.





