મોરબી: નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ સંદિપસિંહ તથા પોલીસ અધિક્ષક મોરબી સુબોધ ઓડેદરાનાઓની સુચના મુજબ મોરબી જિલ્લામાં શરીર સબંધીત ગુન્હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથીયાર શોધી કાઢવા તથા પ્રોહી-જુગારની બદી પર અંકુશ લાવવા વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા આજરોજ વી.બી. જાડેજા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓ તથા સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા સારૂ પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પો. હેડ કોન્સ. શકિતસિંહ ઝાલા તથા સહદેવસિંહ જાડેજાને સયુંકત ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, હીતેન્દ્રસિંહ વિક્રમસિંહ ઝાલા રહે. પંચાસર તા.જી.મોરબી વાળો મોરબી પંચાસર ચોકડી પાસે આવેલ ડીલક્ષ પાન પાસે ઉભેલ હોય જેના પેન્ટના નેફામાં ગેરકાયદેસર રીતે હથીયાર દેશી હાથ બનાવટની પીસ્તોલ છે. તેવી ચોક્કસ બાતમી મળેલ હોય જે બાતમીના આધારે મોરબી પંચાસર રોડ ઉપર ડીલક્ષ પાન પાસેથી આરોપી હીતેન્દ્રસિંહ ઉર્ફે હીતુભા વિક્રમસિંહ ઝાલા જાતે દરબાર ઉવ. રપ ધંધો ખેતી રહે પંચાસર તા.જી.મોરબી વાળાને દેશી બનાવટની મેજીન વાળી પીસ્તોલ નંગ-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા કાર્ટીઝ નંગ-૦૧ કી.રૂ. ૧૦૦/- મળી કુલ કી.રૂ. ૧૦,૧૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા આરોપીને પકડી પાડી તેની વિરૂધ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે આર્મસ એકટ કલમ ૨૫(૧-બી),એ, મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.