પંચાસર ગામના બસ સ્ટેશન નજીક જુગાર રમતા ત્રણ ઝડપાયા.
મોરબીના પંચાસર ગામના બસ સ્ટેશન નજીક જાહેરમાં જુગાર રમી રહેલા ત્રણ પત્તા પ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા છે ત્યારે તેમના વિરોધ જુગારધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પંચાસર ગામના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી દિપકભાઇ પોપટભાઇ ટુંડીયા, ગલાભાઇ દાનાભાઇ ટુંડીયા અને કમાભાઇ કલાભાઇ મકવાણાને તાલુકા પોલીસ ટીમે રોકડા રૂપિયા 10,300 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.