Thursday, March 12, 2026

નેકનામ ગામે વૃદ્ધાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

Advertisement
Advertisement
Advertisement

ટંકારા તાલુકાના નેકનામ ગામના વૃદ્ધાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કાર્યનો બનાવ સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામે ગણેશભાઇની વાડીએ રહેતા પાર્વતીબેન શંકરભાઇ ઠાકર (ઉ.વ.૭૦)એ ગઇકાલે કોઇ કારણોસર ઝેરી દવા પી જતા સારવાર અર્થે પ્રથમ પડધરી સીવીલ હોસ્પિટલમાં ખાતે ખસેડાયા હતા. ત્યાર બાદ વધુ સારવાર અર્થે રાજકોટની સરકારી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરેલ હતા. જે‌નુ ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

Related Articles

Total Website visit

1,595,545

TRENDING NOW