Monday, March 9, 2026

નારણકા ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચે ચાર્જ સંભાળ્યો

Advertisement
Advertisement
Advertisement

મોરબી: તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચુંટણીમાં વિજેતા થયેલ સરપંચોને વિધિવત રીતે ચાર્જ સોંપવામા આવી રહ્યો છે. ત્યારે નારણકા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ભાણીબેન ગોવિંદભાઈ બોખાણીએ સરપંચનો ચાર્જ સંભાળ્યો છે.

જ્યારે તાલુકા વિકાસ અધિકારીના આદેશ મુજબ તલાટી ક્રમ મંત્રી ડી.પી.જાડેજા તથા એચ.આર.ડી.કન્સલ્ટન્ટ એસ.બી.એમ.(જી) ગ્રામીણ, ડી.આર.ડી.એ.મોરબી છૈયા નરસંગ એસની ઉપસ્થિતમાં નારણકા ગ્રામ પંચાયતના ઉપસરપંચની ચુંટણી તા.29ના રોજ યોજાયેલ હતી. જેમાં ચુંટાયેલ સભ્યોની સહમતિથી પુંજાબેન નિલેશભાઈ મેરજાની બિનહરીફ વરણી થય હતી. જેમાં નારણકા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ભાણીબેન ગોવિંદભાઈ બોખાણી, ઉપસરપંચ પુજાબેન નિલેશભાઈ મેરજા, સભ્ય જયેશભાઈ કાનજીભાઈ બોખાણી, જીજ્ઞેશભાઈ ભરતભાઈ મેરજા, મનસુખભાઈ રતિલાલ મેરજા, જીનુબેન જીવણભાઈ આલ, નયનાબેન ભરતભાઈ સુરાણી, નરેશભાઈ રામજીભાઈ સુરાણીએ ચાર્જ સંભાળ્યો હતો. આ તકે નવનિયુક્ત નારણકા ગ્રામ પંચાયત બોડીએ નારણકા ગામમાં વધુમાં વધુ વિકાસલક્ષી કાર્યો કરાઇ તેવી ગ્રામજનોને ખાતરી આપી હતી.

Related Articles

Total Website visit

1,595,188

TRENDING NOW