Tuesday, May 6, 2025

નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે નિયુક્તિ થતા શૈક્ષિક મહાસંઘ દ્વારા આવકાર અને સન્માન

Advertisement
Advertisement
Advertisement

તારીખ 6/6/2022 ના રોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મોરબી જિલ્લામાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે દિનેશભાઇ ગરચરની નિયુક્તિ થતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લા ટીમ દ્વારા જિલ્લા પંચાયત ખાતે શિક્ષણ શાખામાં જઈને આવકારતા ભારત માતાની છબી તેમજ ચાણક્ય નીતિ પુસ્તક ભેટ આપીને જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.સોલંકીની ઉપસ્થિતિ માં આવકાર અને સન્માન કરવામાં આવ્યું હતું.
આ સન્માન અને આવકાર કાર્યક્રમમાં જિલ્લા મંત્રી કિરણભાઈ કાચરોલા, સૌરાષ્ટ્ર સંભાગ સહ સંગઠનમંત્રી તેમજ જિલ્લા સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી, સિનિયર ઉપાધ્યક્ષ પ્રદીપભાઈ, જિલ્લા ઉપાધ્યક્ષ કિરીટભાઈ દેકાવડિયા તેમજ હરદેવભાઈ કાનગડ, સહ કોષાધ્યક્ષ અમિતભાઇ ખાંભરા તેમજ જિલ્લા પ્રચાર મંત્રી હિતેશભાઈ પાંચોટીયા ઉપસ્થિત રહ્યા હતાં.

Related Articles

Total Website visit

1,502,777

TRENDING NOW