મોરબીના વાઇબ્રન્ટ ડાન્સ એકેડમીના વિદ્યાર્થીઓએ વડોદરા ખાતે યોજાયેલ “નાચ ગુજરાત” કોમ્પિટિશનમાં મેદાન માર્યું છે. અને મોરબી જિલ્લા તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે.
જેમાં વડોદરા ખાતે ગત તા. ૪/૯ ના રોજ ગુજરાત લેવલની ડાન્સ અને મોડલિંગ કોમ્પિટિશન “નાચ ગુજરાત” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના તમામ જિલ્લામાથી કલાકારોએ ભાગ લીધો હતો અને પોતાની કલા રજૂ કરી હતી. ત્યારે મોરબીના કોરિયોગ્રાફર ભાસ્કર પૈજાની વાયબ્રન્ટ ડાન્સ એકેડમીના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. અને તેઓએ મેદાન માર્યું છે. જેમાં નિયતી કુકડીયા યંગ સોલો કેટેગરી માં 3rd ઘ્યાન બુધ્ધદેવ જુનિયર સોલો કેટેગરીમાં 2nd અને નિયતી કુકડિયા તથા વેદાંગી હીરાનીએ ડ્યુટ યંગ કેટેગરીમાં 1st વિનર બન્યા છે. અને મોરબીનું ગૌરવ વધાર્યું છે.