Monday, May 5, 2025

નવરાત્રિમાં પાર્ટી પ્લોટ અને ક્લબ ગરબા પર પ્રતિબંધ, શેરી ગરબાના આયોજનને મંજુરી

Advertisement
Advertisement
Advertisement

મોરબી: ગુજરાતમા થોડા જ દિવસોમાં નવરાત્રી શરૂ થવાની છે ત્યારે કોરોનાને ધ્યાનમાં રાખીને શેરી ગરબાના આયોજનને મંજુરી આપવામાં આવી છે. જ્યારે પાર્ટ પ્લોટ અને ક્લબના આયોજન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે કોરોનાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા શેરી ગરબાના આયોજનને મંજૂરી અપાઈ છે જ્યારે ક્લબ અને પાર્ટી પ્લોટના આયોજનો પર રોક લગાવાય છે. આ ઉપરાંત રાત્રી કરફ્યુમાં એક કલાકની છુટ અપાઈ છે. જ્યારે નવરાત્રીના આયોજનો અંગે ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરીને શેરી ગરબાઓના આયોજન ઉપર મંજૂરોની મહોર લગાવવામા આવી છે. આ ઉપરાંત કોરોના મહામારીની ત્રીજી લહેરના ખતરાને પગલે પાર્ટી પ્લોટ અને
કલબમાં થતા મોટા અયોજનોને મંજૂરી આપવામાં આવી નથી. વધુમાં નવરાત્રી દરમીયાન રાત્રી કરફ્યુમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે જેમાં એક કલાકનો ઘટાડો કરી કરફ્યુનો સમય રાતે ૧૨ વાગ્યાથી માંડી સવારે ૬ વાગ્યા સુધીનો કરાયો હોવાનું સત્તાવાર રીતે જાહેર થયું છે.

Related Articles

Total Website visit

1,502,758

TRENDING NOW