Wednesday, May 21, 2025

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સુપ્રીમો પી. ડી. કાંજીયાએ વર્ગ 4 ના કર્મચારીઓને નિઃશુલ્ક જાત્રા કરાવી પુણ્યનું ભાથુ ભર્યું

Advertisement
Advertisement
Advertisement

હેડિંગ: નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સુપ્રીમો પી. ડી. કાંજીયાએ વર્ગ 4 ના કર્મચારીઓને નિઃશુલ્ક જાત્રા કરાવી પુણ્યનું ભાથુ ભર્યું

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ટોટલ 345 કર્મચારી છે જેમાંથી શિક્ષકો, ક્લાર્ક પ્રિન્સિપાલ સહિતના અવારનવાર પ્રવાસે જતા હોય જ્યારે વર્ગ ચારના કર્મચારી જેમ કે સ્ટૉર કિપર, રસોડા વિભાગ, સિક્યુરિટી સફાઈ કામદાર, પટાવાળા બહેનો, ડ્રાઇવર ભાઈઓ સહિતના કર્મચારીઓને આવા કોઈ પ્રવાસમાં લાભ મળતો નથી અને આ યાત્રા પણ ખર્ચાળ હોવાથી નાના વર્ગના લોકોને પરવડી શકે નહીં, જેથી આ કર્મચારીઓને કાંજીયાસર તરફથી 85 જેટલા વર્ગ-4 ના કર્મચારીને નિઃશુલ્ક યાત્રા પ્રવાસ કરાવી પુણ્યનું ભાથુ ભર્યું હતું.

યાત્રામાં ઓમકારેશ્વર, ઉજ્જૈન, ચિત્રકૂટ, પ્રયાગરાજ, છપૈયા, અયોધ્યા, કાશી, ગોકુળ-મથુરા, વૃંદાવન, અંબાજી, પુસ્કર જેવા સ્થળોએ હરીફરીને વર્ગ 4ના કર્મચારીઓને યાત્રા કરાવી છે.
નવયુગના સુપ્રીમો કાંજીયાસરનુ માનવું છે કે, કર્મચારીઓ આપણા હાથ-પગ છે અને મારો દરેક કર્મચારી મારાં પરિવારનો સભ્ય છે. નવયુગ એક વિશાળ પરિવાર છે એના માટે જે કંઈ પણ કરીએ એ કોઈ ઉપકાર નથી એ મારી ફરજ છે અને રાષ્ટ્ર, ધર્મ અને સમાજ સોસાયટીમાં લાખોનું દાન આપતા હોય ત્યારે સૌ પહેલા તમારા પરિવાર અને કર્મચારી ગણને બધી જરૂરિયાત પૂરી પાડવી જોઈએ આવી જ રીતે નવયુગના સુપ્રીમો પી. ડી. કાંજીયા સર તરફથી નવયુગના તમામ સ્ટાફને વર્ષમાં એક વાર દિવાળીએ બોનસ, મીઠાઈ, ગિફ્ટ તેમજ વાર તહેવારે અનાજ કીટ સહિતની ભેટ સોગાદ સ્ટાફને આપવામાં આવે છે. એટલું જ નહીં, આ રોજિંદી વ્યસ્ત લાઇફમાં તમામ કર્મચારીને વર્ષમાં બેથી ત્રણ વાર પ્રેરણાદાયક મુવી બતાવવુ, ચારથી પાંચ વાર ભોજન પિકનિકની પાર્ટી આપવી વર્ષમાં ચારથી પાંચ વખત યુનિફોર્મ, કપડા, સાડી, અનાજ કીટ સહિતના. વસ્ત્રો આપવા, આ સિવાય તેમના પરિવારની કોઈ પણ મુશ્કેલીમાં જે કાંઈ પણ જરૂરિયાત હોય તે પૂરી કરી સાથે ઉભું રહેવું, કોઈ પણ કર્મચારીને 50,000 થી માંડીને ત્રણ લાખ સુધી લોન આપવી આવું તો અનેક પ્રકારે તે કર્મચારીઓને મદદરૂપ થાય છે.

ઉપરાંત, વર્ષમાં મોટા મેગા સેમિનાર જેમાં સ્ટાફને તેમના જીવનના ઉત્કર્ષ માટે જ્ઞાન મળી રહે તેવું આયોજન પણ કરવામાં આવે છે અને દૂર ગામડાના કર્મચારી હોય તો રહેવા જમવાની વ્યવસ્થા નિ:શુલ્ક આયોજન કરી આપે છે.

Related Articles

Total Website visit

1,506,236

TRENDING NOW