Thursday, March 12, 2026

નળીયા છાપવાના કોન્ટ્રાક્ટ મામલે બે પરિવાર વચ્ચે મારામારી.

Advertisement
Advertisement
Advertisement

નળીયા છાપવાના કોન્ટ્રાક્ટ મામલે બે પરિવાર વચ્ચે મારામારી.

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ નળીયાના કારખાનામાં નળીયા છાપવાના કોન્ટ્રાકટ મામલે બે પરિવાર વચ્ચે મારામારી થતા એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

ત્યારે આ અંગે મળતી વિગતો મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ મહાદેવ પોટરી નામના કારખાનાની ઓરડીમાં રહેતા રમીલાબેન રમેશભાઈ વાઢેર નામના મહિલાએ આરોપી ટીનીબેન હિતેશભાઈ મારુણીયા, ભારતીબેન કાળુભાઇ, હિતેશ કાળુભાઇ, કાળુભાઇ અને તેમના પત્ની વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમનો નળીયા છાપવાનો કોન્ટ્રાકટ ચાલતો હતો પરંતુ પુત્ર બીમાર હોય તે કામ ઉપર ન આવતા આરોપીઓએ હવે કોન્ટ્રાકટ અમે લઈ લીધો છે કહી ઝઘડો કરી લાકડાના ધોકા વડે માર મારવા પ્રયત્ન કરી જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા.

Related Articles

Total Website visit

1,595,542

TRENDING NOW