Friday, March 13, 2026

નર્મદા બાલઘર સંસ્થા દ્વારા વાંકાનેરની 40 શાળાઓને 3D પ્રિન્ટર અને VR ગ્લાસનું વિતરણ તથા તાલીમ આપવામાં આવી

Advertisement
Advertisement
Advertisement

નર્મદા બાલઘર સંસ્થા દ્વારા વાંકાનેરની 40 શાળાઓને 3D પ્રિન્ટર અને VR ગ્લાસનું વિતરણ તથા તાલીમ આપવામાં આવી

નર્મદા બાલઘર દ્વારા ગાયત્રી મંદિર-વાંકાનેર ખાતે 40 શાળાઓને 3D પ્રિન્ટર તથા VR ગ્લાસ વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા. વિનામૂલ્યે આપવાનો મુખ્ય હેતુ શિક્ષણ અને શિક્ષકોને સશક્ત બનાવવાનો છે. ફ્રી માં વિતરણ તથા તાલીમનો મુખ્ય હેતુ એ છે કે શિક્ષકો 3D પ્રિન્ટરને ઍસેમ્બલ કરતાં શીખે, CAD ની ડિઝાઇન બનાવતા શીખે તેનો ઉપયોગ કરતાં શીખે અને હજારો બાળકોને ટેકલોનોલોજીનું જ્ઞાન પ્રાપ્ત કરાવે અને પોતાની રીતે પગભર બનવા માટે મદદરૂપ થાય. ટૂંક સમયમાં મોરબી જિલ્લાના તમામ બાળકો માટે CAD ની સ્પર્ધા કરવામાં આવશે અને સાથે આવનારી ટેકનોલોજીનું રોજિંદા જીવનમાં ઉપયોગ પર મોરબી જિલ્લાના શિક્ષકો વચ્ચે પણ સ્પર્ધા કરવામાં આવશે જેમાં આકર્ષક ઇનામો પણ આપવામાં આવશે.

આ કાર્યક્રમના મુખ્ય અતિથિ ડૉ. ભાનુબેન મહેતા અને તેમના સુપુત્ર દેવેશ મહેતા, નર્મદા બાલ ઘરના ફાઉન્ડર ટ્રસ્ટીશ્રી ભરતભાઈ મહેતા, મારવાડી યુનિવર્સિટીના ડીન ડૉ. આર. બી. જાડેજા, ડૉ. બળવંત જાની, ડૉ. અનામીક શાહ, રાજકોટ સાયન્સ સેન્ટરના રમેશભાઈ ભાયાણી, રાજકોટ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના પ્રમુખશ્રી ડૉ. ડી. વી. મહેતા, સ્પીપા લેક્ચરર વિવેક જોશી, બાલઘરના ટ્રસ્ટીશ્રી જયેશ ઓઝા, વાંકાનેરની 40 શાળાઓના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Total Website visit

1,595,589

TRENDING NOW