મોરબીના ધરમપુર રોડ લાભનગર સામે રહેતા આરોપી કેશુભાઈ રમેશભાઈ દેગામા (ઉ.વ.૨૮)એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૯ કિં રૂ.૫૭૦૦ તથા બીયર ટીન નંગ -૧૪૪ કિં રૂ.૧૪૪૦ મળી કુલ કિં રૂ. ૨૦,૧૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી કેશુભાઈ રમેશભાઈ દેગામા (ઉ.વ.૨૮)ને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક ઈસમ વિપુલભાઈ સોમાભાઈ લોદરીયા રહે. ગોપાલગઢ તા. ધાંગધ્રા જી. સુરેન્દ્રનગરવાળાનુ નામ ખુલતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.