વાંકાનેર તાલુકાના ધમલપર-૨ ગામે આવેલ પ્રાથમિક શાળા પાછળની શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા ૫ પત્તાપ્રેમીઓનેં વાંકાનેર સીટી પોલીસે પકડી પાડેલ છે. અન્ય એક ઈસમ નાશી છુટતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ગઈકાલે વાંકાનેર તાલુકાના ધમલપર-૨ ગામની પ્રાથમિક શાળા પાછળ આવેલ શેરીમાં સ્ટ્રીટ લાઈટનાં અંજવાળે તીનપત્તીનો જુગાર રમતા દિનેશભાઈ ગોવિંદભાઈ મોરવાડીયા, અજીતભાઈ પ્રતાપભાઈ અબાસણીયા, મહેશભાઈ કરશનભાઈ ચાવડા, કલ્પેશભાઈ ગાંડુભાઈ તલસાણીયા અને અર્જુનભાઈ પ્રતાપભાઈ અબાસણીયા(રહે બધા. ધમલપર.તા. વાંકાનેર) કુલ પાંચ ઈસમોને રોકડા રૂ. ૭૫૪૦/- સાથે ઝડપી પાડ્યા હતાં. જ્યારે રેઈડ દરમ્યાન આરોપી રવિભાઈ શંકરભાઈ કાંજીયા નાશી છુટ્યો હતો. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.