Monday, June 8, 2026

ધક્કો મારવા જેવી બાબતે મારામારીનો બનાવ બન્યો.

Advertisement
Advertisement
Advertisement

ધક્કો મારવા જેવી બાબતે મારામારીનો બનાવ બન્યો.

મોરબી તાલુકાના અમરેલી ગામે યુવાનને ધક્કો મારનાર વ્યક્તિને મને કેમ ધક્કો માર્યો પૂછતાં જ ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે ધોકાવી નાખતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના અમરેલી ગમે રહેતા ભાવેશભાઇ ધિરુભાઇ ઝિંઝુવાડીયા ઉ.22 નામના યુવાનને અમરેલી ગામના ઝાંપા પાસે આરોપી સંજયભાઇ મનસુખભાઇ ગડેસીયાએ ધક્કો મારતા ભાવેશભાઈએ પૂછ્યું હતું કે મને કેમ ધક્કો માર્યો ત્યાં તો સંજયભાઇ મનસુખભાઇ ગડેસીયા, દીલીપભાઇ મનસુખભાઇ ગડેસીયા અને મહેશભાઇ મનસુખભાઇ ગડેસીયા
રહે ત્રણેય અમરેલી ગામ વાળાઓએ એક સંપ કરી ભાવેશભાઈને ઢીકા પાટુંનો માર મારવાની સાથે લાકડાના ધોકા વડે બેફામ માર મારી ઇજાઓ પહોંચાડી હતી.

આ બનાવ અંગે ભોગ બનનાર ભાવેશભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ત્રણેય ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,607,848

TRENDING NOW