(લેખિકા : મિત્તલ બગથરીયા): “દેશભક્તિ – સોશિયલ મીડિયામાં જ ઉભરો” ??*
થોડાક દિવસો પહેલા એક ઘટના બની કે ,આપણા આર્મી ના યુવાનો વીરગતિ પામ્યા. આ વાતને બધાએ ન્યૂઝ ચેનલમાં જોઈ હશે કે નહીં પરંતુ સોશિયલ મીડિયામાં દરેક ના સ્ટેટસ અથવા સ્ટોરીમાં વિડીયો જોયા જ હશે. જ્યારે જોયું ત્યારે ખૂબ જ અફસોસ થયો પરંતુ સાથે વાત નો ગર્વ હતો કે આપણી આર્મીના લીધે આપણે કેટલી સુરક્ષિત લાઈફ જીવીએ છીએ .તેમનું જેટલું ઋણ ચૂકવીએ એટલું ઓછું છે તેમના વખાણ કરીએ કે તેમની પાછળ આર્મી માં ફાળો આપીએ બધું ઓછું છે. પરંતુ જ્યારે આ ઘટના બની ત્યારે બધાના સ્ટેટસ અથવા સ્ટોરી માં જોયું, ત્યારે તો એમ જ લાગ્યું કે દેશ પ્રેમ તો છે આજની પેઢીમાં…
પરંતુ, મિત્રો શું એ જ દેશ પ્રેમ છે ?માત્ર સોશિયલ મીડિયામાં 30 સેકન્ડ નો વિડીયો પૂરતો સીમિત રહે છે? ના હું એવું પણ નથી કહેવા માગતી કે, બધા બોર્ડર ઉપર જઈ લડત કરીએ .આપણી આર્મી આપણા માટે થઈને બધુ મૂકીને બોર્ડર પર રહે છે ,માત્ર આપણે બધાની સાથે રહી બધી સુવિધાઓ સાથે દેશ માટે થોડું ન કરી શકીએ? આપણો દેશ પ્રેમ માત્ર 15 ઓગસ્ટ કે 26 જાન્યુઆરી પૂરતો ન રહેતા 365 દિવસ રાખી. તેના માટે માત્ર નાની જ પહેલ કરી આપણો ભવ્ય વારસો અને સંસ્કૃતિનું માન-સન્માન રાખી .બેશક એકવીસમી સદી છે, ખુલ્લા વિચારોવાળા બની પરંતુ આપણા સંસ્કારને ન ભૂલીએ .આપણે ટેકનોલોજી અપનાવી એ ,પરંતુ તેનો દુરુપયોગ ન કરી .માત્ર રાષ્ટ્રધ્વજ લઈ રાખવા કરતા તેના કલરનું સાચો મતલબ સમજીએ અને દેશ માટે કરીએ .સ્ત્રી સંરક્ષણની વાત કરવા કરતા ,તેને અમલમાં મૂકી .જાતિ -જ્ઞાતિના ભેદભાવ મૂકી રાષ્ટ્રપ્રેમ રાખીએ. માત્ર ટી સ્ટોલ કે પાનના ગલ્લે વાતો કરવાથી દેશમાં સુધારો નહીં આવે કે સિસ્ટમમાં સુધારો નહીં આવે .તેના માટે પહેલ કરવી પડશે. હા ,થોડુંક અઘરું છે પરંતુ અશક્ય નથી .ક્યારેક કોઈ ખોટું કરી આગળ આવી જાય ત્યારે આપણે મજબૂર થઈ આપણા સિદ્ધાંતો મૂકી દઈએ અને ખોટે રસ્તે જતાં રહીએ છીએ .આપણી જરૂરિયાતો અથવા લાલચને ટૂંકા ગાળામાં પૂરી કરવા આપણે અમુક નિયમો ભૂલી જાય છે .
આપણે કંઈ બહુ મોટું કામ નથી કરવું પરંતુ આપણે આપણી જાતથી શરૂઆત કરીએ. આપણે કોઈની વાતમાં દોરવાઈ જવા કરતાં આપણી બુદ્ધિનો ઉપયોગ કરી આપણો મત આપવાનો મૂળભૂત અધિકાર નો ઉપયોગ કરી ,એમાં આળસ ન રાખી. બીજાના દેશની સ્વચ્છતા બહુ ગમે છે. પરંતુ આપણા દેશ માટે આપણે જ શરૂઆત કરવી પડશે .આપણે જેટલું આપણી બહેન માતાને માન- સન્માન આપીએ છીએ, એટલું જ બીજાની બહેન માતાને માન-સન્માન આપીએ. આપણે અંગ્રેજી શીખીએ સાથે શ્લોકોનું પણ પઠન કરીએ .આપણે કેફેમાં જઈએ તો સાથે મંદિરે પણ જઈએ .આપણે સોશિયલ મીડિયા યુઝ કરીએ તો સાથે, આપણે કરિયર પણ બનાવીએ અને સામાજિક પ્રવૃતિઓ પણ કરી .આપણી નાની એક પહેલથી આપણાથી શરૂઆત કરીએ તો, આપણા તરફથી આપણી આર્મી માટેની એક અમૂલ્ય ભેટ જ છે. દરેક વ્યક્તિ બોર્ડર ઉપર જઈને ન લડી શકે, પરંતુ દેશમાં રહીને દેશ માટે કંઈક કરી શકે ને ?હા ,એવી ફરિયાદ પણ થાય કે અમે તો દેશ માટે કરી દેશ અમારા માટે એટલે કે નેતા એ લોકો શું કરશે ?પરંતુ જો આવી ફરિયાદ આપણા ક્રાંતિકારીઓએ કરી હોત તો દેશ આઝાદ ન થયો હોત. તેથી શરૂઆત કરીએ દેશના વિકાસમાં થોડોક એવો ફાળો આપીએ એ જ આપણી સાચી શ્રદ્ધાંજલિ છે વીરગતિ પામેલા સૈન્ય માટે.
“દેશ પ્રેમ માત્ર સોશિયલ મીડિયામાં રાખવા કરતા આપણે એને વરસાવીએ”.
” જય ભારત, જય ભારત, જય ભારત”





