Monday, May 5, 2025

“દિવાળી” વિષય પર ચિત્રસ્પર્ધાનુ આયોજન: પ્રથમ વિજેતાને મળશે 25 હજારનું ઈનામ

Advertisement
Advertisement
Advertisement

તૈયાર કરેલ કૃતિ તા.૨૨ નવેમ્બર સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી ખાતે જમા કરાવવાની રહેશે

મોરબી: ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઈલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી “મોબાઈલ ટૂ સ્પોટર્સ” ના અભિયાનની નવતર પહેલ કરી છે.રાજયના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની  ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા સંયુક્ત રીતે “દિવાળી” વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે.

જિલ્લા કક્ષાની ચિત્રસ્પર્ધાની તા.૦૧ નવેમ્બર ૨૦૨૧ થી ૨૨ નવેમ્બર ૨૦૨૧ અને રાજય કક્ષાની ચિત્રસ્પર્ધાની તા.૦૨ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ યોજવામા આવશે. જેમાં ૮ થી ૧૩ વર્ષના (જન્મ તા.૩૧/૧૨/૨૦૨૧ને ગણવાની રહેશે.) બાળકો ભાગ લઈ શકશે. સ્પર્ધકે A4 સાઈઝના ડ્રોઈંગ પેપર પર “દિવાળી” વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી કૃતિની પાછળ નામ, સરનામું, જન્મતારીખ, સ્કુલનું નામ, મોબાઈલ નંબર, ઈ-મેઈલ આઈડી લખી આધારકાર્ડની નકલ સાથે તા.૨૨/૧૧/૨૦૨૧ બપોરે ૧૨.૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી રૂમનં.-૨૩૬/૨૫૭, બીજો માળ તાલુકા સેવાસદન, લાલબાગ, મોરબીને મોકલવાની રહેશે.

રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે, તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ.૨૫,૦૦૦, દ્વિતીય વિજેતાને રૂ.૧૫,૦૦૦, તૃતીય વિજેતાને રૂ. ૧૦,૦૦૦ એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ.૫,૦૦૦ (પ્રત્યેકને) મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે. તમામ વિજેતાઓને ચિત્રકામ કીટ (ડ્રોઈંગ કીટ) આપવામાં આવશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબીની યાદીમાં જણાવેલ છે.

Related Articles

Total Website visit

1,502,752

TRENDING NOW