દારૂ સમજી ફિનાઇલ પી જતા મોરબીના યુવાનનું મોત
મોરબીમાં રહેતા યુવાને દારૂના નશામાં ને નશામાં ઘરમાં પડેલી ફિનાઈલની બોટલને દારૂની બોટલ સમજી ફિનાઈલ પી લેતા સારવાર દરમિયાન યુવાનનું મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.
ત્યારે આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સબજેલ રોડ ઉપર આવેલ અમી વર્ષા એપાર્ટમેન્ટમાં રહેતા કરીમભાઈ નુરઅલીભાઈ જીવાણી ઉ.42 નામના વેપારી યુવાને દારૂનો નશો કર્યા બાદ નશાની હાલતમાં ઘરમાં પડેલી ફિનાઈલની બોટલને દારૂની બોટલ સમજી ફિનાઈલ પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું, બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે





