વાંકાનેર: વાંકાનેર તાલુકાના કેરાળા ગામે બીપીએલ યોજના હેઠળ મળેલ મકાન ધરાર વેચાણ કરવા મજબૂર કરનાર કેરાળા ગામના બે શખ્સો વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ.
મળતી માહિતી મુજબ સરતાનપર રામ મંદિર પાછળ રહેતાં ઉકાભાઇ લાખાભાઈ બાંભવા (ઉ.વ.૨૯મુ.ગામ, કેરાળા.તા વાંકાનેર))એ આરોપી ગોવિંદભાઈ ગોરાભાઈ બાંભવા,તથા લાલાભાઈ ગોવિંદભાઈ બાંભવા (રહે.બંને કેરાળા ગામ) વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગઇકાલના ફરીયાદીનુ મકાન કેરાળા ગામે આવેલ હોય જે મકાન ફરીયાદી પોતાના પીતાને વેચવાની ના પાડતા હોય જેથી આરોપીએ કહેલ તુ તારૂ બીપીએલ યોજના હેઠળ મળેલ મકાન તારા પીતાને કેમ વેચવા નથી દેતો નથી ફરીયાદ કહેલ મકાન બીપીએલ હેઠળ મળેલ હોય જે વેચી શકાય નહીં જેથી મારે વેચવું નથી તેમ કહેતા સારૂ નહીં લાગતાં આરોપીએ ફરીયાદીને ગાળો આપી મુંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.