તીથવા થી કોઠારીયા ના રસ્તે ઘેટાં સાથે બાઈક અથડાતાં નવ જેટલા શખ્સો એ આધેડ ને માર માર્યો.
તીથવાથી કોઠારીયા ગામ જવાના રસ્તે બાઈક લઈને જઈ રહેલા આધેડનું બાઈક ઘેટાને અડી જતા નવ જેટલા શખ્સોએ આધેડને બેફામ માર મારી ઇજાઓ પહોંચાડતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
ત્યારે આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા યાકુબભાઈ અલીભાઈ વકાલિયા ઉ.52 નામના આધેડ પોતાનું બાઈક લઈને જતા હતા ત્યારે તિથવાથી કોઠારીયા ગામ જવાના રસ્તે તેમનું બાઈક ઘેટાને અડી જતા આરોપી કાળું નંદા ભરવાડ, દિનેશ તેજાભાઈ બામ્ભવા, કમલેશ સાદુળભાઈ, હરેશ દેવા, હીરા વાલા, રઘુ કેવા ભગુ, ભરત મસરૂભાઈ વરમા, બાબુ મશરૂ અને કુકો રાણી નામના નવ શખ્સોએ ભૂંડા બોલી ગાળો આપી, લોખંડની કુંડળી વાળી લાકડી વડે માર મારી છુટા પથ્થરના ઘા મારી ફ્રેક્ચર કરી નાખતા નવેય આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.





