વાંકાનેર તાલુકાના ઢુવા નજીક સિરામિક ફેકટરીમાં ઠંડીથી બચવાવા કરેલા તાપણામાં દાઝી જતા મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
વાંકાનેર તાલુકના ઢુવા નજીક આવેલ સનઆર્ટ સિરામિકમાં કામ કરતી મહિલા સુકોતીબેન સુભાષભાઈ બેહરા વાળી ગત તા.૧૨ ના રાત્રીના સમયે ઠંડી લાગતી હોય ત્યારે ફેકટરીના મેદાનમાં તાપણું કર્યું હતું. જયારે કોઈ કામ સબબ તે ત્યાંથી ઉભા થતા તેમના સાળીના છેડામાં આગ લાગતા તે ગંભીર રીતે દાઝી જતા તેને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે નોધ કરી જેની વધુ તપાસ હાથ ધરી છે.