ડમ્પરમાં જેક ચડાવતી વખતે જેક છટકતા ટ્રક નીચે આવી જતા ડ્રાઈવરનું મોત.
મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર કુબેર ચોકડી નજીક નિર્મળ જ્યોતિ પેટ્રોલ પંપ નજીક રસ્તા પર ડમ્પર માં જેક ચડાવતી વખતે જેક છટકતા ડ્રાઇવર ડમ્પર નીચે આવી જતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
ત્યારે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર કુબેર ચોકડી નજીક નિર્મળ જ્યોતિ પેટ્રોલપંપ સામે મહેશભાઈ સંગાભાઈ ડામોર રહે.લાલપર મૂળ રહે.જાબવા મધ્યપ્રદેશ નામનો યુવાન ડમ્પરમા જેક ચડાવી રહ્યો હતો ત્યારે ત્યારે અચાનક જેક છટકતા ડમ્પર આગળ દોડવા લાગતા ટાયર મહેશભાઈના હાથ અને ખભા ઉપર ચડી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા મહેશભાઈને મોરબી ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને બાદમાં અમદાવાદ સિવિલમા ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.