ટ્રકના ટાયર અને ટાયરોની રીમમળી આશરે છ લાખના મુદ્દામાલની ચોરી કરતો શખ્સ ઝડપાયો.
ભરૂચ જિલ્લાના પાનોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના અનુસાર આરોપી ધીરજ સન ઓફ રામસાગર તિવારી ઉત્તર પ્રદેશ વાળો તથા સહ આરોપી આશિષકુમાર પાંડે એમ બંને મળી આ કામના ફરિયાદીની માલિકીના ટ્રકના ટાયરો નંગ – ૨૨ તથા ટાયરની રીમ નંગ 9 આમ કુલ કિંમત 5,99,500/- ની કિંમત નો મુદ્દા માલ લઈ ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરી ગુનો આચર્યો હોય ત્યારે આ કામના આરોપીને મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ એ આરોપી ધીરજ રામસાગર તિવારીને ટ્રક નંબર MH-40-CM-4779 વાળો લઈ નવલખી પોર્ટ ખાતે મશીનરી ખાલી કરી મોરબી તરફ ભરવા આવતો હોય અને આરોપી હાલ મોરબી પીપળીયા રોડ ખાખરાળા ગામ પાસે આવેલ ભરત પેટ્રોલ પંપ ના ગ્રાઉન્ડમાં ગાડી સાથે ઉભો હોય જે બાતમીના આધારે જગ્યા પર તપાસ કરતા આરોપી ધીરજ રામસાગર તિવારી મળી આવ્યો હતો ત્યારે એલસીબીએ તેને હસ્તગત કરી ભરૂચ જિલ્લા પાનોલી પોલીસ સ્ટેશન સોંપવાની કામગીરી કરેલ હતી.





