ટંકારા: સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા દ્વારા આયોજિત તથા સર્વ જ્ઞાતિના સહયોગથી ગુજરાત રાજ્યના ખેડૂત અગ્રણી સોરઠના સિંહ અને જેમને છોટે સરદારનું બિરુદ મળેલ છે, એવા સ્વ.વિઠ્ઠલભાઇ રાદડીયાની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે સરદાર લેઉવા પાટીદાર સમાજ શૈક્ષણિક સંકુલ ટંકારા ખાતે ગઇકાલના બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોએ બહોળી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. અને 551 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.

આ મહારક્તદાન કેમ્પમાં ગુજરાતના યુવા કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, આર.ડી.સી બેંકના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા, માર્કેટિંગ યાર્ડ મોરબીના ચેરમેન ભવાનભાઈ ભાગીયા, સંસ્થાના પ્રમુખ અશોકભાઈ પટેલ, ઉપ પ્રમુખ બેચરભાઈ ઢેઢી, મંત્રી લવજીભાઇ,સહમંત્રી સંજયભાઇ ભાગીયા, હસમુખભાઈ દુબરીયા, નિલેશભાઈ પટ્ટણી, સમાજના આગેવાનઓ તેમજ યુવા કમિટી ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રેરિત કરિયા હતા. અને ખુબજ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ.

