ટંકારાના રોહિશાળા ગામની સીમમાં જુગાર રમતા છ ઝડપાયા.
ટંકારા તાલુકાના રોહીશાળા ગામની કોબા નામની સીમમાં વોકળાના કાંઠે બાવળની કાંટ નીચે જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને પકડી પાડવામાં આવ્યા છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના રોહિશાળા ગામની કોબા નામની સિમમાં ઘોઘમ નામના વોકળાના કાઠે રસીકભાઇ પટેલની વાળીની બાજુમાં બાવળના ઝાડ નીચે તીનપત્તીનો જુગાર રમતા ઈસમો રસીકભાઇ જેઠાભાઇ રૈયાણી રહે. રોહીશાળાગામ તા.ટંકારા, કૃષ્ણસિંહ ઉર્ફે શક્તિસિંહ ભવાનસિંહ ઝાલા રહે. નેકનામગામ, તા. ટંકારા, હસમુખભાઇ કરમશીભાઇ રાજકોટીયા રહે-નેશડા (સુ.)ગામ તા.ટંકારા, કિશનભાઇ મગનભાઇ વાંક રહે.-મિતાણાગામ તા.ટંકારા, શક્તિવનભાઇ છગનભાઇ ભોરણીયા, રહે.-રોહિશાળા તા. ટંકારા, મનજીભાઇ ઓધવજીભાઇ વિરમગામા રહે.-નેશડા (સુ.) તા.ટંકારાવાળાને રોકડ રકમ રૂ. ૧૫,૦૦૦ નાં મુદામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.





