Tuesday, March 10, 2026

ટંકારાના મીતાણા ગામે જુગાર રમતા આઠ પત્તાપ્રેમીઓઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

ટંકારા: એલ.સી.બી.ના પોલીસ હેડ કોન્સ્ટેબલ નિરવભાઇ મકવાણા તથા પો.કોન્સ. ભરતભાઇ જીલરીયાને મળેલ બાતમીના આધારે ટંકારા તાલુકાના મિતાણા ગામની સીમમાં પરાગભચાઇ વાસુરભાઇ બસીયા તથા દિપકસિંહ સજુભા જાડેજા એમ બન્ને સુતલાનભાઇ તમાચીભાઇ સંધી રહે મિતાણા તા.ટંકારા
જી.મોરબી વાળાની વાડીની ઓરડીમાં હળવદ ગામની સીમમાં હળવદ થી સુસવાવ તરફ જતી કેનાલ
ઉપર આવેલ વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો
જુગાર રમી/ રમાડતા હોય જે રેઇડ દરમ્યાન આરોપીઓ પરાગભાઇ વાસુરભાઇ બસીયા,
સંજયભાઇ ગેલાભાઇ બસીયા, સામતભાઇ પાલાભાઇ બાળા, રોહીતભાઇ વાસુરભાઇ બસીયા,
જયદિપસિંહ સહદેવસિંહ જાડેજા, દેવાયતભાઇ ગેલાભાઇ ખુંગલા, દિપકસિંહ સજુભાઇ જાડેજા, સુલતાનભાઇ તમાચીભાઇ ઠેબા (રહે. બધા મિતાણા તા.ટંકારા જી.મોરબી)ને રોકડા રૂપીયા-૭૯૨૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કી.રૂ. ૫૦૦/
મળી કુલ કી.રૂ. ૮૪,૨૦૦/- ના મુદામાલ સાથે છ આરોપીઓને પકડી પાડી તથા બે આરોપી હાજર
નહી મળી આવી કુલ-૦૮ આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ ૪,૫ હેઠળ ટંકારા પોલીસ સ્ટેશનમાં
ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Related Articles

Total Website visit

1,595,244

TRENDING NOW