Saturday, March 7, 2026

ટંકારાના નાના રામપરા ગામે તોડફોટ મામલે આઠ શખ્સો વિરુદ્ધ ફરિયાદ

Advertisement
Advertisement
Advertisement

ટંકારાના નાના રામપરા ગામે તોડફોટ મામલે આઠ શખ્સો વિરુદ્ધ ફરિયાદ

મળતી માહિતી મુજબ પરિક્ષિત સિંહ રણુભા ઝાલા (ઉ.વ.૩૩) રહે નાના રામપર તાલુકો ટંકારા વાળાએ આરોપી રામદેવસિંહ અજમલસિંહ ઝાલા રહે. ગોંડલ મૂળ ગામ નાના રામપર ટંકારા તથા અન્ય સતા શખ્સો વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી કે ફરીયાદીના પિતાજીને આઠ માસ પહેલા રામપર ગામના રામાપીરના મંદીરના ધુળના ઢગલા બાબતે કૌટુંબિક સભ્યો સાથે ઝઘડો થયેલ હોય જેના ખાર રાખીને આરોપી રામદેવસિંહ અજમલસિંહ ઝાલા તથા બીજા સાતેક માણસો ત્રણ ફોરવીલ કાર લઇને આવીને આરોપીએ લોખંડનો પાઇપ તથા બીજા માણસોએ લાકડા ધોકા વડે ફરીયાદીના વરંડામા રાત્રી દરમ્યાન પ્રવેશ કરીને પાર્ક કરેલ ફરીયાદીની ફોરવીલ કાર નં-GJ-36- L-6620 તથા GJ-03- HK-6620 વાળાના કાચ ફોડી નાખી બંને કારમા કિ રૂ- ૪૦ ૦૦૦ સુધીનુ નકશાન કરીને તથા સી.સી.ટી.વી.તોડી નાખીને નુકશાન કરીને તથા દરવાજાને હોલ કરીને નુકશાન કરીને નાસી ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,069

TRENDING NOW