Thursday, March 12, 2026

ટંકારાના ગજડી-ઘુનડા નજીક જમીન પચાવી પાડવાની અરજી કરનાર યુવાનને ધમકી

Advertisement
Advertisement
Advertisement

ટંકારાના ગજડી અને ઘુનડા (ખા)ને જોડતા મેઇન રોડ ઉપર અગાઉ જમીન પચાવી પાડવા બાબતે યુવાને અરજી કરી હતી. જેથી જે બાબતનો ખાર રાખી ચાર શખ્શોએ અરજી કરનાર યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે યુવાને ચારેય શખ્શ વિરૂધ ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ ટંકારાના ગજડી ગામના રહેવાસી પ્રકાશ કાળુભાઈ ડાંગર આહીર (ઉ.વ.૩૮)એ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેને ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ હેઠળ અરજી કરેલ હોય જે અન્વયે તપાસમાં આવતા પ્રકાશ ડાંગરને ગજડી ઘુનડાને જોડતા રસ્તા પર બોલાવી આરોપીઓ વાસીયાંગ પુનાભાઈ ડાંગર, ભગવાનભાઈ પુનાભાઈ ડાંગર, પ્રકાશ પુનાભાઈ ડાંગર અને રાયધન મેસુરભાઈ સોઢીયા રહે બધા ગજડી તા. ટંકારા વાળાએ ગાળો આપી તને આઠ દિવસમાં મારી નાખવો છે કહીને ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

Related Articles

Total Website visit

1,595,541

TRENDING NOW