ટંકારાના ખીજડીયા રોડ પુલીયા નજીકથી ઇંગ્લીશ દારૂની 156 બોટલો સાથે એક ઝડપાયો
મોરબી: ટંકારા તાલુકાના ખીજડીયા રોડ પુલીયા પાસેથી ઇંગ્લીશ દારૂ બોટલ નંગ-૧૫૬ તથા એક અલ્ટો કાર મળી કુલ રૂ.૧,૨૮,૮૦૦/- નો મુદામાલ સાથે એક આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.
ટંકારા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન પોલીસ સ્ટાફના એ.એસ.આઇને ખાનગી બાતમી મળેલ કે ઘુનડા (ખાનપર) ગામ બાજુથી એક ગ્રે કલરની અલ્ટો કાર નં.જી.જે- ૦૧-એચ.એમ.૪૩૬૭ વાળીમા ઇંગ્લીશ દારૂ ભરી ટંકારા તરફ આવે છે. જે આધારે અમો તથા ટંકારા પોલીસ સ્ટાફ ટંકારાના ખીજડીયા રોડ પર આવેલ પુલીયા પાસે વોચમા રહેતા સદરહુ હકીકત વાળી અલ્ટો કાર નીકળતા તેને રોકી ચેક કરતા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૫૬ કિં રૂ.૫૮,૮૦૦ તથા એક અલ્ટો કાર નં.જી.જે- ૦૧-એચ.એમ. ૪૩૬૭ જેની કિંમત રૂ. ૭૦,૦૦૦ મળી કુલ કિં રૂ.૧,૨૮, ૮૦૦ ના
મુદામાલ સાથે આરોપી રૂષીરાજસિંહ અનીરૂધ્ધસિંહ જાડુંજા ઉ.વ ૨૭ રહે.મોરબી વાવડી રોડ સામૈયા સોસાયડી તા.જી.મોરબી મુળ ગામ-મોડપર તા.જી.મોરબી વાળો મળી આવતા ટંકારા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.