Sunday, June 21, 2026

ટંકારા-રાજકોટ હાઈવે પર ટ્રક પાછળ ઘુસી જતા બાઈક સવારનું મોત, એક ઈજાગ્રસ્ત

Advertisement
Advertisement
Advertisement

ટંકારા-રાજકોટ હાઈવે પર ટ્રક પાછળ ઘુસી જતા બાઈક સવારનું મોત, એક ઈજાગ્રસ્ત

મોરબી: ટંકારા-રાજકોટ હાઈવે ગેલેકક્ષી હોટેલથી આગળ રામદેવપીરના મંદિર નજીક રોડ પર બંધ ટ્રક પાછળ બાઈક ભટકાડી દેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું જ્યારે પાછળ બેઠેલા વ્યક્તિને ઈજા પહોંચી હતી.

મળતી માહિતી મુજબ ટંકારામાં રહેતા વિનોદભાઈ રામજીભાઇ દંતેસરીયા એ મોટરસાયકલ ચાલક રાધવજીભાઈ લીંબાભાઈ જિંઝવાડીયા વિરુદ્ધ ટંકારા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૪-૧૧-૨૦૨૨ ના રોજ રાત્રીના દશેક વાગ્યાના અરસામાં રાધવજીભાઇ લીંબાભાઇ જિંઝવાડીયાએ પોતાના હવાલા વાળુ મોટરસાયકલ હીરો ડીલક્ષ રજીસ્ટર નંજી.જે- ૩૬ – એ ૨૬૬૧ની પાછળ વિનોદભાઈ ને બેસાડી મોટરસાયકલ ફુલ સ્પીડે અને ગફલતભરી રીતે ચલાવી આગળ રોડની સાઇડમાં ઉભેલ બંધ ટ્રક રજીસ્ટર નંબર- જી.જે- ૦૩ – બી.વાય – ૮૧૦૮ ની પાછળ ભટકાડી વિનોદભાઈને જમણા પગના ઢીચણના ભાગે તથા જમણી આંખ ઉપર ઇજા પહોચાડી તથા રાધવજીભાઈએ પોતાને જમણી આંખ ઉપર તથા દાઢીના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોચતા સારવાર દરમ્યાંન રાધવજીભાઈનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વિનોદભાઈ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,896

TRENDING NOW