મોરબી જીલ્લાના ટંકારામાં ખાતે 166 લાખના ખર્ચે નવનિર્મિત આધુનિક બસ સ્ટેશનનું શનિવારે લોકાર્પણ થવા જઇ રહ્યું છે. ત્યારે બસ સ્ટેન્ડનું નામ દયાનંદ સરસ્વતી રાખવા ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ ગૌતમમાઈ વામજાએ રાજ્યપાલને પત્ર લખીને રજુઆત કરી છે.
તેમણે લેખીત રજુઆતમાં જણાવ્યું હતું કે, ટંકારા તાલુકાને ઘણા વર્ષો બાદ બસ સ્ટેન્ડ મળ્યું છે. પરંતુ ટંકારા દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ છે અને વિશ્વ ફલક ઉપર ઓળખ મળી છે. જેથી નવનિર્મિત બસ સ્ટેન્ડનું નામ દયાનંદ સરસ્વતી રાખવા અનેકવાર લેખિત તથા મૌખિક રજુઆતો અગાઉ આગેવાનો દ્વારા કરવામાં આવી છે, છતાંય તંત્ર દ્વારા કોઈ ધ્યાને લેવામાં આવી નથી. જેથી ટંકારાના લોકોની લાગણીને ઠેસ પહોંચી છે અને બસ સ્ટેન્ડનું નામ દયાનંદ સરસ્વતી રાખવા લોકમાંગ ઉઠી છે. તેમ ગૌતમભાઈ વામજાએ રજુઆતમાં જણાવ્યું હતું.