(અહેવાલ: ધવલ ત્રિવેદી ટંકારા)
ટંકારા: સમગ્ર રાજ્યમાં આ વષે ચોમાસું મોડું શરુ થતા ખેડૂતોમાં ચિતાનું મોજુ ફરી વળ્યું હતું. પરંતુ અચાનક જ બે દિવસ સમગ્ર રાજ્યમાં અલગ અલગ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. તેવામાં ટંકારા તાલુકાના ગામડાંઓ ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે.
વરસાદ વરસાતની સાથે જ ટંકારા તાલુકાના વિરપર વિજળી ગુલ થતાં વીજતંત્રની પ્રિ-મોન્સુન કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. ત્યારે સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ધીમી ધારે વરસાદ વરસતાની સાથે જ લાઇટ જતી રહે છે. અને પી.જી.વી.સી.એલના ફરિયાદ નંબર ઉપર ફોન કરતા કહેવામાં આવે છે કે માણસો મોકલી દીઘા છે. એને પણ એક કલાક થઈ હોવા છતાં લાઇટ આવી નથી. અને લાઇટ ન આવવાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે.





