ટંકારા તાલુકા માં નવા બની રહેલ કારખાનામાં વીજ શોખ લાગતા શ્રમિક નું મોત.
ટંકારા તાલુકાના લજાઈ નજીક નવા બની રહેલ કારખાનામાં કામ કરતી વેળાએ અચાનક વીજ શોખ લાગતા વવાણીયા ગામના શ્રમિક નું મોત નીપજ્યું હતું. ક્યારે આ અંગે અકસ્માતે મૃત્યુ નોંધ કરી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ નજીક નવા બની રહેલા કારખાનામાં કામ કરતી વેળાએ વીજ શોક લાગતા વવાણીયા ગામના રહેવાસી ગુલામભાઈ ગનીભાઈ પઠાણ ઉ.26 નામના શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.