ટંકારા અને વાંકાનેર તાલુકાના માજી સૈનિકો દ્વારા હોટેલ આર્ય પેલેસ, મીટિંગ રાખવામાં આવેલી જેમાં ટંકારા અને વાંકાનેર તાલુકાનું માજી સૈનિક સંગઠનની સ્થાપના કરવામાં આવી જેનું નામ શ્રી દયાનંદ માજી સૈનિક સંગઠન ટંકારા અને વાંકાનેર તા. રાખવામાં આવ્યું,

જેમાં ઉપસ્થિત ગુજરાત માજી સૈનિક સંગઠનના પ્રમુખ જીતેન્દ્રભાઈ નિમાવત સાહેબ, મહામંત્રી ધીરજભાઈ ઠુંમર સાહેબ, રાજકોટ માજી સૈનિક સંગઠનના ઉપપ્રમુખ ક્રિષ્નસિંહ જાડેજા, તથા મહિલા ઉપ પ્રમુખ અલકાબેન પંડ્યા (એડવોકેટ), અને ધ્રોલ તાલુકાના હરધોળ માજી સૈનિક ના પ્રમુખ ગિરિરાજ સિંહ, હાજરી આપેલ અને ટંકારા અને વાંકાનેર તાલુકાના માજી સૈનિકો ઉપસ્થિત રહેલ, મિટિંગમાં આપણને માજી સૈનિકોના હક અંગે ચર્ચા કરેલ જેમાં આપણા ગુજરાત માજી સૈનિકો ના ૧૪ મુદ્દાઓ છે જે વિશે આપણને પ્રમુખ નિમાવતભાઈ દ્વારા જાણકારી આપેલ અને 6 June 2022 ના રોજ શાહીબાગ, અમદાવાદ માજી સૈનિક અને વીર નારીઓ સન્માન યાત્રાનું આયોજન રાખેલ છે તેના માટે આપણને આમંત્રણ આપેલ અને ખૂબ બહોળી સંખ્યામાં હાજરી આપવા માટે કહેલું છે, અને શ્રી દયાનંદ માજી સૈનિક સંગઠન માં હોદ્દેદારો નિમણૂક કરવા માં આવ્યા, જેમાં પ્રમુખ ચેતનભાઇ એન પટેલ, ઉપપ્રમુખ ખોડાભાઈ ઝાપડા , મહા મંત્રી વનરાજસિંહ, મહામંત્રી મગનભાઈ ભાગ્યા, ખજાનચી અને સલાહકાર મયુરસિંહ ઝાલા, તથા વાંકાનેરના પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રી ની નિમણૂક કરેલ
