Sunday, March 8, 2026

ઝૂલતાં પુલ કાંડ પછી મોદી ના આગમન પહેલા લાશો ના ઢગ વચ્ચે હોસ્પિટલ ને રંગરોગાન થતા હતા તો શું અમિતશાહ ના આગમન પહેલા સહકારી ક્ષેત્ર RDC ના આરોપી કર્મી ને મોરબી પોલીસ પકડશે..?

Advertisement
Advertisement
Advertisement

ઝૂલતાં પુલ કાંડ પછી મોદી ના આગમન પહેલા લાશો ના ઢગ વચ્ચે હોસ્પિટલ ને રંગરોગાન થતા હતા તો શું અમિતશાહ ના આગમન પહેલા સહકારી ક્ષેત્ર RDC ના આરોપી કર્મી ને મોરબી પોલીસ પકડશે..?

આવતી કાલે રાજકોટ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ની હાજરીમાં જયેશ રાદડિયા દ્વારા સહકારી ક્ષેત્ર RDC બેંક નુ મોટું સંમેલન છે જેમાં ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહે તેવી જયેશ રાદડિયા ની આશા છે કેમ કે આ સંમેલન જયેશ રાદડિયા ના રાજકીય અસ્તિત્વ માટે બહુ મહત્વ નું સંમેલન છે

ભૂતકાળ મા અમિત શાહ ના નજીકના વિશ્વાસુ માણસ બિપીન પટેલ (ગોતા) વિરુદ્ધ પાર્ટી ના આદેશ થી પર જઈને જયેશ રાદડિયા એ ઇફ્કો ની ચૂંટણી માં બહારવટું કર્યું હતું જેમાં કાકા દિલીપ સંઘાણીએ પણ સૂર પુરાવી ત્રાગું કર્યું હતું ત્યાર થી જયેશભાઈ નું કદ પાર્ટી માં ઘટી ગયું હતું માથે જતા વિસાવદર ની ચૂંટણીમાં ભાજપ ની નહીં પણ જયેશ રાદડિયા ની હાર પક્ષને તળિયે લાવી દીધા હતા
આ બધા સમીકરણો અને હમણાં થનાર મંત્રી મંડળ ની રચના મા ક્યાંક ને ક્યાંક જયેશભાઈ નું પત્તુ કપાઈ તેમ હોય જેથી આ સંમેલન ગોઠવાયું છે જેમાં જજ તરીકે ખુદ અમિત શાહ હોઈ એવી ચર્ચા એ જોર પકડ્યું છે

આમ તો RDC બેંક ની ભરતી નો રીત રિવાજ થી આખું સૌરાષ્ટ્ર વાકેફ છે અને બેંકમાં નોકરી માટે ફિક્સ ભાવ છે જેની ચર્ચા અભણ ભાભલા પણ કરતા હોય છે

પરંતુ હમણાં મોરબી માં થયેલ એક મસમોટા જમીન કૌભાંડે RDC બેંક ના લીરેલીરા ઉડાડ્યા છે જેમાં કૌભાંડીઓ સાથે RDC બેંકમાં કર્મીઓ ની મિલીભગત થી ખેડૂત જગતમાં રોષ અને અવિશ્વાસ પેદા કર્યો છે, કારણ કે સૌરાષ્ટ્ર ના ખેડૂતોના ખાતા મુખ્યત્વે RDC બેંક માં જ હોય છે ખેડૂતો તેની જમીન બાબતે એક રજીસ્ટર ઓફિસ અને બીજું બેંક ઉપર ભરોસો રાખતા હોય છે જેમાં મોરબીમાં બોગસ વારસાઈ નો કિસ્સો અને બીજો બોગસ સહીઓ થી કરોડોના ટ્રાન્જેક્શન જેમાં બેંક કર્મચારીની મિલીભગત થી હાહાકાર મચી ગયો છે

મોરબીના ખેડૂત પ્રભુભાઈ દેત્રોજાએ વર્ષ ૨૦૨૨માં મોરબી પોલીસ ફરિયાદ કરી હતી કે તેની જાણ બહાર કરોડોના ટ્રાન્જેક્શન કરી નાખવામાં આવ્યા છે પરતુ આરોપી કનૈયાલાલ દેત્રોજના મળતિયા અને બેંક કર્મચારીની મિલીભગત થી પોલીસ ફરિયાદ લીધી ન હતી જેથી ફરિયાદી કોર્ટમાં જતા કોર્ટ દ્વારા ગંભીર કલમો થી ગુનો દાખલ કરવા આદેશ કર્યો જેમાં બેંકના મેનેજર ઉપર ગુનો દાખલ થયો છે

બેંક દ્વારા ખાતાધારક ની મદદ કરવાની જગ્યાએ ભીનું સંકેલવા પ્રયત્ન કર્યો પણ મામલો કોર્ટ માં જતા ૨૦૨૫ માં એટલે કે ત્રણ વર્ષ બાદ બેંક દ્વારા તેના કર્મચારી જય સુરેશ દેત્રોજાની સંડોવણી સ્વીકારી , બેંકે ખુદ સ્વીકાર્યું કે કરોડોના ટ્રોજેક્શન દરિમયાન ખાતાધારક બેક આવ્યા જ નથી તો ટ્રોજેક્શન થયા કેવી રીતે તે મોટો પ્રશ્ન છે પરતુ RDC બેંક દ્વારા હજી પણ કોઈ કાર્યવાહી કરી નથી કારણ કે બેંક કર્મી સહકારી શેત્ર ના એક મોટા નેતાના કુટુંબી છે

આ ગુનાના મુખ્ય આરોપી કનૈયાલાલ દેત્રોજા જમીન વિકાસ બોર્ડ નિગમ ના મેનેજીંગ ડિરેક્ટર હતા જેને વર્ષ ૨૦૧૭ માં હજારો કરોડ નો ભ્રષ્ટાચાર કરી આખું નિગમ જ બંધ કરવી દીધું જેના કારણે સરકાર નું મોઢું પણ કાળું થયું હતું હજારો ખેડૂતોને મળતા લાભો બંધ થઈ ગયા

સામાન્ય માણસ ની ફરિયાદ મા પોલીસ શું કરે એતો આખું જગત જાણે છે પરતુ કોર્ટ ખુદ ફરિયાદ દાખલ કરાવે તેમ છતાં મહિનો થવા છતાં એક પણ આરોપીની ધરપકડ કરી નથી

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સુપ્રીમકોર્ટ ના આદેશ ઉપરવટ જઈ એક મહિલાને રાત્રિના સમયે પોલીસ સ્ટેશનમાં આખી રાત બેસાડી રાખે પરંતુ મોટા કૌભાંડીઓ ને પકડતા ટાંટીયા ધ્રુજે છે , આરોપીઓ જાહેર માં ફરી રહા છે અને જાહેરમાં ફરિયાદી ને ધમકીઓ આપી રહ્યા છે જેની ફરિયાદ ખુદ એસ પી ને કરી તેમ છતાં પોલીસ હાથ પગ ની મહેંદી સુકાવા ની રાહ જોઈ રહી છે

જો આ જમીન કોભાંડ સાથે RDC બેંક કર્મી ની પણ તપાસ થાય તો હજી ઘણા આરોપી બહાર આવી શકે તેમ છે કારણ કે ફરિયાદમાં તો ફકત ૫ આરોપી છે પરતુ તા ૧૭/૧૦/૨૦૨૨ ના બેંકમાં કોને ચેકબૂક અરજી કરી, કોને ચેક જમા કરાવ્યા અને કોને RTGC કર્યું એ તપાસ CCTV ના આધારે થાય તો હજી ઘણું બધું બહાર આવી શકે તેમ છે

રાજકોટ હસ્તાક્ષર નિષ્ણાતે જયારે સહી ના નમૂના નો રિપોર્ટ આપ્યો કે ચેક અને અરજીફોર્મ મા બેંક ખાતાધારક ની સહી જ નથી બાદ ડિલીટ થઈ ગયેલા CCTV ત્રણ વર્ષ બાદ કોર્ટે માં જમા થયા , આવા ક્લીઅર કેસ મા પણ મોરબી સિટી પોલીસ કાગવાસ ની જેમ કોઈના આદેશ ની રાહ જોઈ રહી છે

જમીન કૌભાંડમાં બેંક કર્મીની સંડોવણી થી ખેડૂત જગત નારાજ હોવાના સમાચાર વચ્ચે ખેડૂતોની પાખી હાજરી થઈ તો નવાઈ નહીં

Related Articles

Total Website visit

1,595,097

TRENDING NOW