આજરોજ માનનીય સાસંદ મોહનભાઈ કુંડારીયા દ્વારા મોરબી સીરામીક એશોસીએસનના જીસીસી અને યુરોપ દેશોના એન્ટીડંમ્પીંગના ચાલતા પ્રશ્નોને લઈને કોમર્સ મિનીસ્ટર પિયુષ ગોયલને સંસદભવન દિલ્હી ખાતે રૂબરૂ મળીને રજુઆત કરી હતી.
જેમા મંત્રી પિયુષ ગોયલ દ્વારા મોરબી સીરામીકના પ્રશ્નોને લઈને મોરબી સીરામીકનુ મોટાભાગનું એક્સપોર્ટ જીસીસીના દેશોમાં થતુ હોય આ પ્રશ્નોનુ ઝડપથી યોગ્ય નિરાકરણ લાવવા માટે હકારાત્મક અભિગમ દાખવેલ અને સીરામીક ટાઈલ્સ ઉપર જીસીસી અને યુરોપ દેશો દ્વારા લગાવેલ એન્ટીડંમ્પીંગના પ્રશ્નો માટે ભારત સરકાર સતત પ્રયત્નશીલ છે. એવુ જણાવેલ આ મીટીંગમા સાંસદ મોહનભાઈ કુંડારીયા સાથે મોરબી સીરામીક એસોસીએસનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, નિલેશભાઈ જેતપરીયા, વિનોદભાઈ ભાડજા તેમજ ઉપ પ્રમુખ નરેન્દ્રભાઇ સંઘાત હાજર રહેલ હતા.