Monday, May 5, 2025

જિલ્લાકક્ષાનાં યુવા ઉત્સવ 19મીએ નવયુગ સંકુલ ખાતે યોજાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી: રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત, કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી દ્વારા સંચાલિત જિલ્લાકક્ષા યુવા ઉત્સવ તા.૧૯/૦૯/૨૦૨૧ના રોજ યોજાશે.

આ સ્પર્ધામાં વકતૃત્વ, નિબંધ, કાવ્યલેખન, ગઝલ-શાયરી લેખન, ચિત્રકલા, સર્જનાત્મક કારીગરી, લગ્નગીત, હળવું કંઠ્ય સંગીત, ભજન, સમૂહગીત, લોકવાદ્ય, લોકવાર્તા, એકપાત્રીય અભિનય, પાદ્પૂર્તિ દુહા-છંદ-ચોપાઈ એમ કુલ ૧૫ સ્પર્ધાનું આયોજન તમામ તાલુકા કક્ષાએ થયેલ હતું. મોરબી જિલ્લાના તમામ (પાંચ) તાલુકાના તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા થયેલ સ્પર્ધકોને તા.૧૯/૦૯/૨૦૨૧ના રોજ નવયુગ સંકુલ, ‘બા’ની વાડીની બાજુમાં, મોરબી-રાજકોટ હાઇવે, વીરપર, તા. ટંકારા, જી. મોરબી ખાતે સવારે ૮.૦૦ કલાકે હાજર રહી જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવે છે.

Related Articles

Total Website visit

1,502,749

TRENDING NOW