જામનગરમાં લાંચ લેતા ઝડપાયેલ કોર્પોરેટરના જામીન અરજી નામંજૂર
જામનગર એલસીબી ટીમે જામનગરના કોર્પોરેટર ફુરકાન શેખને રૂ.૧,૫૦ લાખની માંગણી કરતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા.
જામગનર એલસીબી પોલીસ સ્ટેસન ગુરનં ૪/૨૨ ભ્ર.નિ. અધિ. 1988 (સુધારા-2018) ની કલમ 7(a), 12,13(2) મુજબના ગુન્હાના કામના આરોપી ફુરકાન શેખ (કોર્પોરેટર જામનગર મ.ન.પા.)ના એ નામદાર સ્પે. એ.સી.બી. કોર્ટ, જામનગર ખાતે રેગ્યુલર જામીન અરજી ફો.પ.અ. નં-૩૭૨/૨૦૨૨ થી દાખલ કરતા તા.૨૮/૩/૨૨ ના સોગંદનામા સાથે હાજર રહેલ. જે રેગ્યુલર જામીન અરજી અન્વયે સોગંદનામું અને સરકારી વકીલ જે.કે.ભન્ડેરી સાહેબની દલીલો આધારે નામદાર સ્પે. કોર્ટ, જામનગરના જજ સા. દેસાઈ સાહેબની કોર્ટમાં આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી.