Tuesday, August 4, 2026

જામનગરના નાગનાથ નાકા પાસે ખૂલી ગટરમાં ઉથલી પડેલા પ્રૌઢનું સારવારમાં મૃત્યુ

Advertisement
Advertisement
Advertisement

જામનગરના નાગનાથ નાકા પાસે ખૂલી ગટરમાં ઉથલી પડેલા પ્રૌઢનું સારવારમાં મૃત્યુ

જામનગરના નાગનાથ નાકા પાસે આવેલી ખુલ્લી ગટરમાં શુક્રવારે સાંજે એક પ્રૌઢ કોઈ રીતે ઉથલી પડ્યા હતા. તેઓને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.

જામનગરના નાગનાથ નાકા પાસે આવેલા મહેશ્વરી નગર નજીકની ખુલી ગટરમાં શુક્રવારે સાંજે ઈન્દિરા કોલોનીની શેરી નં.રમાં રહેતા છગનભાઈ ભીખાભાઈ પરમાર નામના ૬૮ વર્ષના પ્રૌઢ કોઈ રીતે પડી ગયા હતા.

તેની જાણ થતાં સ્થાનિક લોકો તથા ફાયરબ્રિગેડની ટીમ દોડી ગયા હતા. આ વૃદ્ધને બહાર કાઢી સારવાર માટે ૧૦૮માં જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન આ વૃદ્ધનુ શનિવારે મૃત્યુ નિપજ્યું છે. પ્રવીણભાઈ મનજીભાઈ પરમારે પોલીસને જાણ કરી છે.

Related Articles

Total Website visit

1,624,536

TRENDING NOW