જામનગર : ઓપરેશન રાજુ સફળ,બે વર્ષીય રાજને મળી નવી જિંદગી
ઓપરેશન રાજુ સફળ,બે વર્ષીય રાજને મળી નવી જિંદગી.આખરે નવ કલાકની જહેમત બાદ લાલપુરના ગોવાણા ગામે બોરવેલમાં પડેલ રાજ જિંદગીની જંગ જીતી ગયો.બાર ફૂટ ઊંડે બોરમાં ફસાયેલ માસૂમ બાળકને ઉગારી લેવાયો.નવ કલાક સુધી ચાલ્યું રેસ્ક્યું.બોર નજીક સમાંતર ખાડો ખોદવામાં આવ્યો હતો.ખાડો ખોદી બાળકને સલામત રીતે ઉગારી લેવાયો.108ની ટીમ દ્વારા પહોચાડવામાં આવેલ ઓકસીજન જીવાદોરી નીવડ્યું.બાળકને જામનગરની જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.હાલ બાળકની સારવાર ચાલી રહી છે.ફાયર વિભાગ, સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ અને ગ્રામજનોની ઉમદા કામગીરી કરી હતી.





