માળિયા (મિં): સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)મહાત્મા ગાંધીજીના 150 મી જન્મ જયંતી ઉજવણીના ભાગરૂપે માળિયા મીયાણા તાલુકાની શ્રી જાજાસર પ્રાથમિક શાળામાં સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત ક્લીન ઇન્ડિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં છ દિવસ સુધી ક્લીન ઇન્ડિયા અંતર્ગત બાળકો દ્વારા ક્લીન ઈન્ડિયા થીમ પર ચિત્ર સ્પર્ધા,ક્લીન ઈન્ડિયા થીમ પર શેરી નાટકનું આયોજન, સ્વચ્છતા અને જન જાગૃતિ માટે પેપટ શો, ક્વિઝ સ્પર્ધા, તેમજ ક્લીન ઇન્ડિયા અંતર્ગત નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું ધોરણ ૬ થી ૮ ના બાળકો ભાગ લઈ શાળા કક્ષાએ પુષ્પગુચ્છથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જાજાસર પ્રાથમિક શાળાના આચાર્ય ધીરુભાઈ મિયાત્રા, હરદેવભાઇ કાનગડ ભાવેશભાઈ બોરીચા, કેશુરભાઈ ચાવડા, ચેતનભાઇ વોરા સમગ્ર આયોજન કરી આં કાર્યક્રમને ઉત્સાહ ભેર પૂર્ણ કરવામાં આવ્યો હતો.