Monday, June 8, 2026

જાંબુડિયા ઓવરબ્રિજ પાસે બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત,મહિલાનું મોત.

Advertisement
Advertisement
Advertisement

જાંબુડિયા ઓવરબ્રિજ પાસે બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત,મહિલાનું મોત.

મોરબી – વાંકાનેર હાઇવે ઉપર જાંબુડિયા ઓવરબ્રિજ પાસે અચાનક ગોળાઈ વાળી કાળમુખા ડમ્પર ચાલકે બાઈક સવાર માતાપુત્રને હડફેટે લેતા મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું.

ત્યારે આ અંગે જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વેજીટેબલ રોડ ઉપર ભીમસર વિસ્તારમાં રહેતા જયાબેન જેન્તીભાઈ કુંઢીયાએ ઢુંવા રહેતી દીકરી પાસેથી ઘઉં ખરીદ્યા હોય પોતાના નાના પુત્ર પ્રકાશભાઈ સાથે બાઇકમાં બેસી મોરબીથી ઢુંવા જતા હતા. આ સમયે જાંબુડિયા ઓવરબ્રિજ નજીક જીજે – 13 – AW – 8588 નંબરના ડમ્પર ચાલકે કોઈપણ જાતના સિગ્નલ આપ્યા વગર અચાનક ડમ્પર વાળી લઇ બાઇકને હડફેટે લઈ અકસ્માત સર્જતાં જયાબેન ડમ્પરના ટાયર નીચે કચડાઈ જતા ગંભીર ઇજાઓ પહોચતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે પ્રકાશભાઈને પણ ઇજાઓ પહોંચી હતી.આ અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક નાસી ગયો હતો. બનાવ અંગે મૃતક જયાબેનના પુત્ર હરેશભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં નાસી ગયેલ ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,607,858

TRENDING NOW