Monday, June 22, 2026

છ માસ પહેલા ઈન્સ્ટાગ્રામ પર મૂકેલ સ્ટોરીનો ખાર રાખી અમુક ઈસમોએ યુવક અને તેના મિત્રને માર માર્યો.

Advertisement
Advertisement
Advertisement

છ માસ પહેલા ઈન્સ્ટાગ્રામ પર મૂકેલ સ્ટોરીનો ખાર રાખી અમુક ઈસમોએ યુવક અને તેના મિત્રને માર માર્યો.

મોરબી: મોરબીમાં આજથી છ એક માસ પહેલા યુવકના મિત્રએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી મુકવા બાબતે ઝઘડો થયેલ હોય જેનો ખાર રાખી ચાર શખ્સોએ યુવક અને તેના મિત્રને લોખંડના પાઇપ વડે મારમારી યુવકને અને તેના મિત્રને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવકે ચારે શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રપરા શેરી નં -૭મા રહેતા બસીરભાઈ યુસુફભાઈ શાહમદાર (ઉ.વ.૨૦) એ આરોપી નવાબભાઈ ફત્તેમહમંદભાઈ કટીયા, બાબા સામતાણી, સાજીદ જેડા, તથા અશરફભાઈ સોહિનભાઈ જેડા રહે બધાં વીશીપરા જલ જલા પાન પાસે મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૯-૦૩-૨૦૨૩ ના રોજ બપોરના એકાદ વાગ્યાના અરસામાં કપીલા હનુમાનજીના મંદિર પાસે વાવાડી રોડના નાકે આજથી છએક માસ પહેલા ફરીયાદીના મિત્રએ ઈન્સ્ટાગ્રામમાં સ્ટોરી મુકવા બાબતે ઝઘડો થયેલ હોય જેના ખાર રાખી આરોપી નવાબભાઈએ પોતાના હાથમાં રહેલ લોખંડની પાઈપનો એક ઘા ફરીયાદીના મિત્રના માથામાં મારવા જતા મિત્રએ ડાબો હાથ આડો કરતા તેના ડાબા હાથના અંગુઠાની બંન્ને આંગણીઓમાં ઈજા કરેલ અને આરોપી બાબાના હાથમાં રહેલ લાકડાનો ધોકા વતી એક ઘા મિત્રનાં જમણા ખભાના પાછળના ભાગે મારતા મુંઢ ઈજા કરેલ તથા આરોપી સાજીદના હાથમાં રહેલ લાકડાના ધોકા વતી મિત્રનાં ડાબા પગની પીન્ડી ઉપર એક ઘા મારતા તેને પણ મુંઢ ઈજા કરતા ફરીયાદી વચ્ચે પડી છોડાવવા જતા આરોપી નવાબભાઈ, બાબા અને સાજીદએ ફરીયાદીને લાતો ઢીંકા પાટુનો માર મારી શરીરે મુંઢ ઈજાઓ કરી તથા આરોપી નવાબભાઈ, બાબા,સાજીદ અને અશરફભાઈએ ફરીયાદી તથા મિત્રને જાનથી મારી નાંખવાની ધમકી આપી ભુંડાબોલી ગાળો આપી હોવાની ભોગ બનનાર યુવક બસીરભાઈએ ચારે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,965

TRENDING NOW