ચોરી કરતી ટોળકી ફરી સક્રિય : માધવ માર્કેટમાં તસ્કરોનો તરખાટ, એસીના 4 કમ્પ્રેશરની ચોરી

મોરબી શહેરમાં તસ્કરો બેફામ બની ગયા છે અને ચોરીની અનેક ઘટનાઓને અંજામ આપી પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે ઘરફોડ ચોરી અને વાહન ચોરી બાદ હવે એસી કમ્પ્રેશર ચોરી કરતી ટોળકી સક્રિય બની છે અને માધવ માર્કેટમાં 4 એસી કમ્પ્રેશર ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે,
મોરબી શહેરના શનાળા રોડ પરની માધવ માર્કેટને નિશાન બનાવી હતી માધવ માર્કેટમાં આવેલ કેટલીક ઓફીસના એસી કમ્પ્રેશરમાં ચોરી કરી તસ્કરો ફરાર થયા છે.

મોરબીના શનાળા રોડ શહેરનો મુખ્ય માર્ગ ગણાય છે જ્યાં ચોરી કરી તસ્કરોએ પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે સવાલો ખડા કર્યા છે અને પોલીસને ખુલ્લો પડકાર ફેંકવામાં આવી રહ્યો છે ત્યારે હવે પોલીસ આવા તત્વોને ઝડપી લઈને કાયદાનું ભાન કરાવે છે કે નહિ તે જોવું રહ્યું





