મોરબી: સમગ્ર ચારણ સમાજ ના ગુરુદ્રારો-ચારણ મુનિની તપોભૂમિ કેશવધામ કાંતરોડી (કુંતલપુર) ખાતે ચારણ મહાત્મા પૂ. હરગોવિંદદાશ બાપુની પુણ્યતિથિ ઉજવવાનું આયોજન વર્તમાન ગાદી પતિ પૂ.108 શ્રી ધર્મજીવન દાસ બાપુના પાવન સાનિધ્ય માં ધામધૂમ પૂર્વક ઉજવવા માં આવી.
ચારણોના પવિત્ર ધામ કાંતરોડી ખાતે આ પાવન અવસરે ગુરુગાદી ને વંદન કરવા સાડા ત્રણ પહાડાં ચારણો ઉમટ્યા હતા. સવારે 10 વાગ્યે બ્લડ ડોનેશન કેમ્પનું દીપ પ્રાગટ્ય ધર્મજીવનદાસ બાપુ અને ભીખુરામ બાપુએ કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. ચારણો દ્વારા માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્તા 100 બોટલ જેટલા બ્લડ ડોનેશન કરી ચારણોની સમાજ ભાવના વ્યક્ત કરી અને સાંજે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવેલ હતું. કાંતરોડી વિશ્રામ ધામ ખાતે સાહિત્ય સંસ્કૃતિ ની ચર્ચાઓ કરી હતી. રાત્રે ચારણી સાહિત્યના દિગગજ કલાકારો દ્વારા ડાયરો – સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ચારણી સાહિત્ય ના પ્રખર કવિ વિદ્વાન ગોવિંદભા પાલિયા, યુવા લોકસાહિત્યકાય રાજભા ગઢવી, આદિત્ય ગઢવી, ગોવિંદભા ગઢવી વગેરે કલાકરો દ્વારા ચારણી પરંપરાને ઉજાગર કરી પૂ.હરગોવિંદદાશ બાપુને શબ્દાંજલી અર્પણ કરી હતી.

આ કેશવધામ કાંતરોડી મહોત્સવમાં ચારણ સમાજના વિવિધ ક્ષેત્રોના મહાનુભવો ખાસ ઉપસ્થિત રહી પ્રસંગ ને દિપાવ્યો હતો. આ તકે “અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા યુવા મોરબી” ટીમે ખાસ હાજરી આપી સંગઠનની સામાજિક જવાબદારીઓ સહર્ષ નિભાવી હતી. ઉપરાંત આગામી સમયમાં ABCGMY મોરબી દ્વારા આ ઐતિહાસિક ગુરૂદ્વારા વિશે સમગ્ર ગુજરાતના ચારણો અને લોક જાણી શકે એ માટે સમયાંતરે મુલાકાત લેતા રહી કાંતરોડી ગુરૂદ્વારાનો શુભ પ્રચાર થાય એવી ખાતરી પૂ. ગુરુ ગાદીપતિ 108 ધર્મજીવનદાસ બાપુને આપી હતી.
કાંતરોડી મહોત્સવમાં ABCGMY મોરબી અધ્યક્ષ ડો.કિશોરદાન ગઢવી, ઉપાધ્યક્ષ રમેશભા સોયા, મોરબી તાલુકા અધ્યક્ષ દિનેશભા ગુઢડા, પ્રવક્તા સંજયભા ગઢવી, આઈ ટી પ્રભારી વિજયભા રતન, ગુજરાત મંત્રી શિવુભા ગુઢડા, મહામંત્રી વિજયભા લાંબા, ગુણુભા ગુઢડા, વિનુભા બાવડા, કનુભા ગુઢડા, કિશુભા ગુઢડા, સંજયભા રતન, પ્રકાશભા ગુઢડા, રાજભા ઠાકરિયા, હરુભા રાબા, હરુભા બાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
