Monday, May 5, 2025

ગ્લોબલ કચ્છની વિશેષ ટીમે જળ સંચય પર જયસુખભાઇ નું માર્ગદર્શન લીધું અને ચાચાપર ગામની મુલાકાત લીધી

Advertisement
Advertisement
Advertisement

ગ્લોબલ કચ્છની વિશેષ ટીમે જળ સંચય પર શ્રી જયસુખભાઇ નું માર્ગદર્શન લીધું અને ચાચાપર ગામની મુલાકાત લીધી


જળ એજ જીવન છે … વુમન એમ્પાવરમેન્ટ ની મિશાલ, જળ પ્રેમી અને પાટીદાર રત્ન એવા જયસુખભાઇ પટેલ તેમના વિશાળ બિઝનેસ એમ્પાયર ની સાથે સાથે જળ સંચય માટે પણ અથાગ પ્રયત્ન કરી રહ્યા છે.

ગ્લોબલ કચ્છની ૩૦ થી ૩૫ સભ્યની વિશેષ ટીમે જયસુખભાઇ અને જળ સંચય નું ઉત્કૃષ્ટ ઉદાહરણ એવા ચાચાપર ગામની પણ મુલાકાત લીધી હતી.

મોરબી જીલ્લાનું નાનકડું ચાચાપર ગામ કચ્છના લોકો માટે જળસંચય નું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બની ગયું છે. નપાણીયા કહેવાતા કચ્છ વિસ્તારના ખેડૂતોએ જળસંચય માટે શ્રી જયસુખભાઇ નું સવિશેષ માર્ગદર્શન મેળવ્યું હતું. ચાચાપર ગામ ની જેમ કચ્છના ખેડૂતો ની સમૃદ્ધિ અને ઉન્નતી માં વધારો થાય તે માટે જયસુખભાઇએ ગ્લોબલ કચ્છ ને હર હંમેશ તેમના સહકારની તૈયારી દાખવી હતી.
અગાઉ પણ કચ્છ જિલ્લાના સાડા ત્રણસો ખેડૂત પ્રતિનિધિઓએ ચાચાપર ગામ ની મુલાકાત લીધી હતી અને ચાચાપર ગામ ને જળસંચયનું ઉત્કૃષ્ટ મોડેલ ગણાવ્યું હતું

જળસંચયના કાર્યો અને ખાસ કરીને રણ સરોવર માટે જયસુખભાઇ દ્વારા કરાતી અથાગ મહેનત બદલ દરેકે જયસુખભાઇ ની સરાહના કરી હતી.

આ મુલાકાત દરમ્યાન પ્રવીણ મોઝેક વાળા પ્રવીણભાઈ , ચાચાપર ગામના રમેશભાઈ, મનહરભાઈ ફેફર તથા ગામના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Total Website visit

1,502,749

TRENDING NOW